અંકલેશ્વર:વયસ્ક નાગરિકો માટે કોરોના રસીકરણનો કેમ્પ યોજાયો
BY Connect Gujarat Desk24 March 2021 8:15 AM GMT

X
Connect Gujarat Desk24 March 2021 8:15 AM GMT
ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગ અને પોલીસ પોથી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે કોરોના રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવાના હેતુસર ગુજરાતભરમાં કોરોના રસીકરણ કેમ્પ વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાય રહ્યા છે. જેના ભાગ રૂપે અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં આવેલા મોદીનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ પોથી સંસ્થા દ્વારા વયસ્ક નાગરિકો માટે આજ રોજ રસીકરણનો કેમ્પ યોજાયો જેમાં વયસ્ક નાગરિકોએ રસી મુકાવી કોરોના સામે કવચ મેળવ્યું હતું. સદર કાર્યક્રમમાં શહેર પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઑ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story