અંકલેશ્વર અંદાડાના રહસ્યમય રીતે ગુમ થયેલા સરપંચનો મૃતદેહ મળી આવ્યો

16917

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ વસાવા ઉ.વ.35ના ઓ તારીખ 12મી એપ્રિલના રોજ થી રહસ્યમય રીતે ગુમ થયા હતા, જોકે તેઓનો મૃતદેહ અમરતપુરા ગામની સીમ માંથી મળી આવ્યો હતો.

અંદાડાના સરપંચ સતિષ વસાવા એક સપ્તાહ થી રહસ્યમય રીતે ગુમ થયા હતા, જેના કારણે ગ્રામજનો માં ભારે આક્રોશ સર્જાયો હતો. પરંતુ ગુમસુદા સરપંચ નો મૃતદેહ મળી આવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

સરપંચ સતિષ વસાવાની હત્યા કોણે કરી, શા માટે કરી  તેમજ શું ઘટના માં રાજકીય કાવતરું પણ જવાબદાર છે કે નહિ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી  છે.

સતિષ વસાવાની હત્યા કરીને હત્યારાઓ એ લાશ જમીનમાં દાટી દીધી હતી, જેને પોલીસે બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી, હાલ અંદાડા ગામમાં અજંપા ભરેલી સ્થિતિ હોવાનું જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY