અંકલેશ્વર અંદાડાના સરપંચની હત્યાની ઘટનામાં ચોંકાવનારી હકીકતો આવી બહાર

16578

સતિષ વસાવાને મોતને ઘાટ ઉતારવા માટે ઘટના ના પંદર દિવસ અગાઉ રચાયું હતુ કાવતરુ :Dysp વાનાણી

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ વસાવાની હત્યાની ઘટનામાં પોલીસે પંચાયતના સભ્ય સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી,જેઓના રિમાન્ડ દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીતઓ જાણવા મળી હતી.

Dysp અમિતા વાનાણીએ પત્રકારોને જણાવ્યા અનુસાર અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના  સરપંચ સતિષ સોમાભાઈ  વસાવાને  તારીખ ૧૨મી  એપ્રિલની સાંજે આરોપી નારસંગ વાળા અમરતપુરા ગામના મંદિરે બાધા કરવાનું કહીને લઇ ગયો હતો.જ્યાં એક ખાડામાં પહેલાથી જ છુપાયેલા અનિલ વસાવા અને નિલેશ વસાવાએ સરપંચ સતિષ વસાવાને પાઇપ તેમજ લાકડીના સપાટા માર્યા હતા,તેમજ નારસંગ વાળા એ પણ લાકડીનો સપાટો મારીને સરપંચ ને મોતને ઘાટ ઉતારી દીધા હતા,તેમજ પંચાયતના સભ્ય કૃણાલ પરમાર સહિત ચારેય આરોપીઓ એ ભેગા મળીને સતિષ વસાવાના મૃતદેહને ખાડામાં દાટી દઈને ઉપર માટી નાખી દીધી હતી.

વધુમાં અમિતા વાનાણીએ જણાવ્યું હતુ કે સતિષ વસાવાની હત્યાનું કાવતરુ ઘટનાના પંદર દિવસ પહેલાજ કૃણાલ પરમારે ઘડયુ હતુ અને અગાઉના આયોજન મુજબ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,તેમજ આરોપીઓ ના રિમાન્ડ દરમિયાન પોલીસે ગુના ના કામમાં વપરાયેલ હથિયારો ,બાઈક,કપડા અને આરોપીઓના મોબાઈલ ફોન રિકવર  કર્યા છે,તેમજ જે જમીન વિવાદમાં છે તેના  દસ્તાવેજી પુરાવા પણ અંદાડા ગામના તલાટી પાસે મંગાવ્યા છે અને તેની તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY