Top
Connect Gujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બસ ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા મોત

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બસ ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા મોત
X

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે તારીખ 31મી જુલાઈની મોડી રાત્રે ખાનગી બસના ચાલકે એક બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળ પરજ કરુણ મોત નિપજ્યુ હતુ.

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસેથી બાઈક લઈને પસાર થતા 30 વર્ષીય રાજયોગી શિવનાથ યોગી રહેવાશી કૃષ્ણકુંજ સોસાયટી, રાજપીપળા ચોકડી નજીકના ઓને સુરત થી વડોદરા તરફ રમરમાટ દોડતી એક ખાનગી બસના ચાલકે અડફેટમાં લીધા હતા, અને અકસ્માત સર્જીને બાઈકને પણ બસ ચાલકે અંદાજીત એક કિલોમીટર સુધી ઢસડી બસ ચાલક ફરાર થઇ ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

સર્જાયેલા અકસ્માતમાં રાજયોગીનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતુ.

બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે મૃતક રાજયોગીની પત્ની પિન્કીબહેને બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ દર્જ કરવાની હતી.

Next Story
Share it