Connect Gujarat

અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસે કારને બચાવવા જતાં ટ્રેલરે મારી પલટી

અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસે કારને બચાવવા જતાં ટ્રેલરે મારી પલટી
X

અંકલેશ્વરના

નેશનલ હાઇવે પર આવેલાં અંસાર માર્કેટ પાસે કારને બચાવવા જતાં ટ્રેલર પલટી જતાં

ટ્રાફિકજામ થઇ ગયો હતો. ટ્રાફિકજામમાં સેંકડો વાહનો અટવાય પડયાં હતાં.

બનાવની

પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ સુરતના

હજીરાથી ટ્રેલરમાં પોલીવિનાઇલ ક્લોરાઇડની બેગો ભરીને એક ટ્રેલર ભરૂચ તરફ જઇ રહયું

હતું. અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે કારને બચાવવા જતાં ટ્રેલરના ચાલકે સ્ટીયરીંગ

પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલું ટ્રેલર ડીવાઇડર પર ચઢી ગયાં બાદ પલટી મારી ગયું હતું.

ટ્રેલરમાંથી પોલીવિનાઇલ કલોરાઇડની બેગો રસ્તા પર વેરવિખેર થઇ જતાં રસ્તો બ્લોક થઇ

ગયો હતો. અકસ્માત બાદ નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ જતાં વાહનોની કતાર લાગી ગઇ

હતી.

Next Story
Share it