Top
Connect Gujarat

અંકલેશ્વર: અગાઉના ઝઘડાની રીશે ઉમરપાડા જાનમા ગયેલ કોસમડીના ૧ મહિલા સહિત ૨ યુવાનો પર પાંચ ઇસમોએ કર્યો હૂમલો

અંકલેશ્વર: અગાઉના ઝઘડાની રીશે ઉમરપાડા જાનમા ગયેલ કોસમડીના ૧ મહિલા સહિત ૨ યુવાનો પર પાંચ ઇસમોએ કર્યો હૂમલો
X

લગ્નમાં નાચતા નાચતા છોકરીનો હાથ પકડવા બાબત થઈ હતી બોલાચાલી

ઉમરપાડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલ કોસમડી ગામની મહિલા સહીત અન્ય યુવાનોને અગાઉના ઝઘડાની રીસ રાખી પાંચ શખ્શોએ હુમલો કરતા ત્રણેવને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

કોસમડી ગામમાં રહેતી ચંપાબેન મધુકરભાઈ વસાવાના ભત્રીજા અજય વસાવાના લગ્ન ગત તારીખ-૨૨મી એપ્રિલે કોસમડી ગામે રાખવામાં આવ્યા હતા જ્યાં જમવાનો અને નાચાવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાચવાના કાર્યક્રમ બાદ ઉમરપાડાના વિરલ કાલિદાસ વસાવાએ ચંપાબેન વસાવાની ભત્રીજીનો હાથ પકડી લેતા ભત્રીજા અજય વસાવા અને દિલીપ વસાવા,સુનીલ વસાવા વિરલને તમાચા ચોઢી દીધા હતા. બાદ ઉમરપાડા ખાતે ભત્રીજાની જાનમાં ગયા હતા તે દરમિયાન ગામના જ વિરલ કાલિદાસ વસાવા,કિરણ કાલિદાસ વસાવા સહીત અન્ય ત્રણ ઇસમોએ ભેગા મળી આગળના ઝઘડાની રીસ રાખી મહિલા સહીત બે યુવાનોને ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો મારમારી મહિલાની આંખ પથ્થર મારી ફોડી નાખી ફરાર થઇ ગયા હતા.

આ મારામારીની ઘટનામાં ત્રણેવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવવા પામી છે.

Next Story
Share it