Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગકારો ગાંધીનગર ગયાં  પણ મુખ્યમંત્રી ન મળ્યાં

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગકારો ગાંધીનગર ગયાં  પણ મુખ્યમંત્રી ન મળ્યાં
X

અંકલેશ્વર તથા પાનોલીના ઉદ્યોગકારો સોમવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયાં હતાં પણ મુખ્યમંત્રી ગાંધીનગરમાં હાજર નહિ હોવાથી સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની મધ્યસ્થીમાં ઉદ્યોગકારો અને જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં હવે આગામી 2 થી 3 દિવસમાં મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો માતબર દંડ, પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી, કલોઝર નોટીસ, બહારની કંપનીઓમાંથી આવતું એફયુઅન્ટ, ઔદ્યોગિક અકસ્માતના કિસ્સામાં થતી હેરાનગતિ સહીતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહયાં છે. રવિવારના રોજ જીપીસીબીના મેમ્બર સેક્રેટરી નરેશ તાભાણીએ બંને જીઆઇડીસીઓના ઉદ્યોગકારો સાથે ઓપન હાઉસ યોજી ચર્ચા કરી હતી. સોમવારના રોજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યાં હતાં. જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, પી.આઈ.એ પ્રમુખ બી.એસ. પટેલ, એફ.આઈ.એ પ્રમુખ પ્રબોધ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવપ્રજાપતિ સહિતના અગ્રણીઓનો સમાવેશ થતો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં હાજર નહિ હોવાથી રાજયના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની મધ્યસ્થતામાં ઉદ્યોગકારો અને જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં પડતર પ્રશ્નો, એન.ઓ.સી , જૂની ઈ.સી. સહીત મુદ્દે ટૂંકમાં પોલિસી બનાવી નિર્ણય કરવાનું નક્કી કરાયું હતું. એનજીટીના આદેશ બાદ ઉદ્યોગોને ફટકારવામાં આવી રહેલા માતબર દંડ બાબતે પણ એક પોલીસી નકકી કરવાનું બેઠકમાં નકકી કરાયું છે. આગામી શુક્રવારના રોજ ઉદ્યોગકારો ફરીથી રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી તેમની રજૂઆતો કરશે. પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી. એસ.પટેલએ જણાવ્યું હતું કે, પોલિસી નક્કી કરી આગામી 2 થી 3 દિવસ બાદ ફરી બેઠક યોજવામાં આવશે. બેઠક હકારાત્મક રહેતા અમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી અમને ચોક્કસ આશા છે.

Next Story