Top
Connect Gujarat

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ બનાસકાંઠાનાં પૂરગ્રસ્ત લોકોની વહારે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ બનાસકાંઠાનાં પૂરગ્રસ્ત લોકોની વહારે
X

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બનાસકાંઠાનાં પૂરગ્રસ્ત લોકો માટે તાડપત્રી બાદ ફૂડપેકટ તૈયાર કરીને રાહત સામગ્રી મોકલવામાં આવી હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બે દિવસ અગાઉ બનાસકાંઠાનાં પૂરગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રીમાં તાડપત્રીઓ મોકલવામાં આવી હતી. વરસાદે સર્જેલી ભયાનક તારાજીમાં ઘર વિહોણા બનેલા લોકોને મદદરૂપ થવાના આશય સાથે ફૂડપેકટ પણ ઉદ્યોગ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

ઉદ્યોગ મંડળ દ્વારા અંદાજીત 25000થી વધુ ફૂડપેકેટ બનાવીને AIA પ્રમુખ મહેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ જશુભાઈ ચૌધરી સહિત ઉદ્યોગ મંડળના સભ્યોએ ઉપસ્થિત રહીને જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર થી રાહત સામગ્રી મોક્લવામાં આવી હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપ પ્રમુખ જશુભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત લોકોને ઉદ્યોગ મંડળ દ્વારા બનતી તમામ મદદ કરવાની કટ્ટીબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

Next Story
Share it