અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સમાન ભરેલ ટ્રકની ચોરી કરનાર આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ યુપીના ફિરોજનગરનો અને હાલ અંકલેશ્વરની કાશી કલકત્તા ટ્રાન્સપોર્ટમાં ટ્રક નંબર-જી.જે.05.બીવી 8839 ઉપર ચાલક તરીકે ફરજ બજાવતો નવાઝીશખાન અબ્દુલ ખાન ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી કાંચની પેટીઓ ભરીને બનારસ ખાતે જવા નીકળ્યો હતો.તે વેળા તેણે પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલમાં પાર્ક કરી રાતે ઉંધી રહ્યો હતો.

દરમિયાન ટ્રક સહીત કાંચની પેટીઓની ચોરી કરી કોઈ ઇસમો ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે 11.55 લાખના કાચની પેટી અને આશરે 10 લાખની ટ્રક મળી કુલ 21.55 લાખની ચોરીની ફરિયાદ નોંધી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે આવેલ વિશ્વકર્મા બોડી રીપેરીંગ વર્કશોપમાંથી ટ્રક સહિતના સમાન મળી કાપોદ્રા પાટિયા પાસેની રાધેપાર્ક સોસાયટીમાં રહેતા હેમરાજ લાલચંદ જાંગીદની અટકાયત કરી તેની વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY