અંકલેશ્વર : એસેન્ટ સ્કૂલ દ્વારા ત્રિદિવસીય વાર્ષિકોત્સવ યોજાયો

47

અંકલેશ્વર શહેરની શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલમાં તારીખ ૩.૧.૨૦૧૯ થી તા ૫.૧.૨૦૧૯ ત્રણ દિવસ શાળાનો વાર્ષિકોત્સવની પરિવર્તન થીમ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ. મહેતા, શ્રીમતી જ્લ્પાબેન વટાણાવાળા (TPEO અંકલેશ્વર), પ્રો.ડો સ્નેહલ લોખંડવાલા,ઉપસ્થિત રહ્યા હતા.

બાદ તા ૫.૧.૨૦૧૯ના રોજ મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ સમિતિના નિશાંત દવે, એસેન્ટ શાળાના એડમિનિસ્ટર મેડમ શ્રીમતી બીના કાગળવાલા તેમજ શાળાના આચાર્ય રૂમાં મુખર્જી પણ ઉપસ્થિત રહયા હતા. શાળાના વિધાર્થીઓ દ્વારા અને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના મેદાનમાં વાલીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી શાળાના વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ અવસરે શાળાની મેગેઝીન વિવેકમાં પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. શાળાનો વાર્ષિકોત્સવ રંગેચંગે પૂર્ણ થયો હતો.

LEAVE A REPLY