Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: કલમ ગામે ઓએનજીસીની પાઈપલાઈન નાંખવાનો વિવાદ વકર્યો

અંકલેશ્વર: કલમ ગામે ઓએનજીસીની પાઈપલાઈન નાંખવાનો વિવાદ વકર્યો
X

ઓએનજીસી દ્વારા લેખિત નહિ અપાય ત્યાં સુધી કામગીરી કરવા નહી દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી

હાંસોટ તાલુકાનું કલમ ગામ ઓએનજીસીની પાઈપલાઈન નાંખવાની કામગીરીનો વિવાદ વધુ વકરતા આખુ ગામ સરકારી અધિકારી અને પોલીસ છાવણીમાં ફેરવાય જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામના ખેડૂતો અને આગોવાનો દ્વારા ઓએનજીસી દ્વારા કોઈ લેખિત નહી અપાય ત્યાં સુધી કામગીરી નહી કરવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હાંસોટ તાલુકાના કલમ ગામ ખાતે ઓએનજીસી દ્વારા પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન પાઈપલાઈન નાંખવાની કામગીરી વેળા ખેતીને નુકસાન થતુ હોવાનું કારણે ગામના ખેડૂતો અને આગેવાનો સાથે વિવાદ વકર્યો હતો. જેના પગલે ઓએનજીસી દ્વારા છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી બંધ કરી દેવાતા વિવાદ ઉગ્ર બન્યો હતો. બનાવ અંગે સરકારી અધિકારી અને પોલીસ છાવણીમાં આખુ ગામ ફેરવાય ગયુ હતું.

બનાવ અંગે ગામમાં ધસી આવેલા સરકારી અધિકારી અને વહીવટીતંત્ર દ્વારા 3 કલાક ઉપરાંથી ગામના ખેડૂતોને સમજાવવાની કોશિષ ચાલી રહી છે પરંતુ ખેડૂતો દ્વારા જયાં સુધી ઓએનજીસી દ્વારા કોઈ લેખિત આપવામાં નહિ આવે ત્યાં સુધી કામગીરી કરવા નહી દેવામાં આવેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ કલાકની રકઝક બાદ જિલ્લા સર્માહર્તા પોતે ઘટના સ્થળે આવી પહોંચી મામલો થાળે પાડયો હતો. ઓએનજીસીના અધિકારીઓ, ખેડૂતો અને ગામના આગેવાનો સમજાવટની પ્રક્રિયા હાંસોટ મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી.

Next Story