Top
Connect Gujarat

અંકલેશ્વર ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન

અંકલેશ્વર ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન
X

અંકલેશ્વર ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે રાજ્યની વિવિધ સીબીએસસી વેસ્ટ ઝોનની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં 35 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે તારીખ 19મીનાં રોજ થી શરુ થયેલ સીબીએસસી અંડર - 19 અને અંડર - 17 વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનું સમાપન તારીખ 22મીનાં રોજ થયુ હતુ.

આ સ્પર્ધામાં અંડર - 17માં 13 અને અંડર - 19માં 22 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલમાં અંડર - 17માં મહેસાણાની એન.જી.ઇન્ટરનેશનલ પ્રથમ ક્રમે વિજેતા બની હતી, જયારે માનવ કેન્દ્ર જ્ઞાનમંદિર, કંડારી બીજા ક્રમે અને ન્યુઇરા હાઈસ્કૂલ વડોદરા તથા સેન્ટમેરીઝ સ્કૂલ, દાહોદ ત્રીજા ક્રમે રહ્યા હતા.

જ્યારે અંડર - 19માં નવરચના સ્કૂલ વડોદરા પ્રથમ, દિલ્હી પબ્લિક સ્કૂલ, સુરત બીજા અને ડિવાઇન ચાઈલ્ડ સ્કૂલ મહેસાણા ત્રીજા ક્રમે વિજેતા બની હતી.

ટુર્નામેન્ટનાં સમાપન પ્રસંગે ONGC અંકલેશ્વરનાં એસેટ મેનેજર પી.કે.દિલીપનાં હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાનાં ચેરમેન આરીફ વજીફદાર, શાળાનાં આચાર્ય અંજલિ ફુલશ્રેષ્ઠા, સીબીએસસી ઓબ્જર્વર હફિજોદીન સિંધા, મગનભાઈ માસ્તર, નાઝુભાઈ ફડવાલા, વસીમભાઇ, ડો.પ્રફુલસિંહ રાજ, આર.એન.પંચાલ, ઐયુબ બાલા, ઇકબાલ ગૌરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો.

Next Story
Share it