Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સંમેલન યોજાયુ

અંકલેશ્વર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સંમેલન યોજાયુ
X

અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજન દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના સહયોગ થી જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે મહિલા સંમેલન યોજવામાં આવ્યુ હતુ.

001

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સહિત અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સમિતિ ના પ્રમુખ પ્રજ્ઞાબેન રાજા, ઉપરાંત રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી સહિતના જિલ્લાઓમાંથી સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

002

તારીખ 18મી ડિસેમ્બર રવિવારના રોજ સવાર થી શરુ થયેલ અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સંમેલનમાં નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિ ઓ રજુ કરી હતી. જ્યારે અંકલેશ્વર મહિલા સમિતિ દ્વારા પણ ક્લચરલ કાર્યક્રમમાં ડિબેટ, નાટક, ગીતો તેમજ ડાન્સ પર્ફોમન્સની સુંદર કૃતિઓ રજુ કરી હતી.

004

મહિલા સંમેલનમાં મહિલા સશક્તિ કરણ, ઉપરાંત સમાજને સંગઠીત કરીને નબળા વર્ગોના ઉત્થાન માટેની આગેવાનો દ્વારા હાંકલ કરવામાં આવી હતી.

Next Story