Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ખોડલધામ યુવા સમિતિ દ્વારા ખોડલધામ ખાતે ધ્વજારોહણ કરાયું

અંકલેશ્વર ખોડલધામ યુવા સમિતિ દ્વારા ખોડલધામ ખાતે ધ્વજારોહણ કરાયું
X

ખોડલધામ ખાતે ઢોલ,નગારા,ત્રાંસા સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરી માઁ ખોડલના ગરબા ગવાયા હતા

ખોડલધામ યુવા સમિતિ અંકલેશ્વર દ્વારા સફળ ૧૦૮ કુંડી યજ્ઞના આયોજન બાદ ખોડલધામ કાગવડ ખાતે પવિત્ર ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજા ઉત્સવમાં અંકલેશ્વરથી મોટી સંખ્યામાં અંકલેશ્વર,ઝઘડીયા,જંબુસર અને નેત્રંગ તાલુકાના લેઉવા પટેલ સમાજના યુવાનો, બહેનો, વડીલો, ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ અને મહિલા સમિતીનાં સભ્યો જોડાયા હતા.

[gallery size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="ખોડલધામ" ids="61971,61972,61973,61974,61975,61976,61977,61978,61979,61980"]

વહેલી સવારે ગોંડલ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ત્યાંથી કાગવડ ખોડલધામ ખાતે ધજારોહણની શોભાયાત્રા ઝરમર વરસાદ સાથે શુભારંભ કરતા ભક્તિ દ્વારા એકતાની શક્તિના દર્શન થયા હતા. ભક્તોએ માઁ ખોડલના ગરબાની રમઝટ પણ બોલાવી હતી. મંદિરમાં દર્શન કરી આરતી બાદ ખોડલધામ નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું હતું. લેઉવા પટેલ સમાજ પરિવારના સ્વસ્થ આરોગ્ય અને સુખ સમૃદ્ધિની કામના સાથે કાર્યક્રમની ખોડલધામ ખાતે પુર્ણાહુતિ થઈ હતી.

ખોડલધામ ખાતે ભરૂચ જિલ્લા સમિતિને માર્ગદર્શન આપવા ખાસ ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઉપસ્થિત બંધુઓ, યુવાઓ અને બહેનો મને ભરૂચ,અંકલેશ્વર, ઝઘડિયા,નેત્રંગ અને જંબુસર ખોડલધામ સમિતિ અને મહિલા સમિતિ પ્રત્યે ગૌરવ છે. મને જ્યારથી ખોદલધામની પ્રેરણા થઈ ત્યારથી મારી ટીમને કહું છું કે આપણા નાનામાં નાના દરેક ભાઈનું યોગદાન હોવું જોઈએ. જેનું યોગદાન આમાં હશે તેની આવતી પેઢી માટે યાદગારી રહેશે. આ આપણા સૌના પ્રયાસથી વિશ્વ વિખ્યાત ખોડલધામ બની ગયું છે.

Next Story
Share it