Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલય ખાતે ત્રિદિવસીય પુસ્તક મેળાનો પ્રારંભ

અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલય ખાતે ત્રિદિવસીય પુસ્તક મેળાનો પ્રારંભ
X

ભાવી પેઢીમાં વાંચનની ભૂખ વધે અને જીવન ઘડતરના પાયામાં પુસ્તકો મહત્વ પૂર્ણ સાબિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર જીઆઈડીસીની ગટ્ટુ વિદ્યાલયમાં ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

અંકલેશ્વર જીઆઇડીસીની ગટ્ટુ વિદ્યાલય દ્વારા 20મો પુસ્તક મેળાનું ઉદ્દઘાટન જાણીતા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ મંડળના સેક્રેટરી મહેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મનોજ આણંદપુરા, શાળાના આચાર્ય અંશુ તિવારી, સહિત પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા આ પુસ્તક મેળામાં વિવિધ જ્ઞાનક્ષેત્રના માહિતી સભર પુસ્તકોનું પ્રદર્શન રાજ્યના જાણીતા પ્રકાશકો દ્વારા કરવામાં આવ્યુ છે. તારીખ 16 થી 18 ડિસેમ્બર સુધી યોજાનાર પુસ્તક મેળાનો પુસ્તક પ્રેમીઓ ને લાભ લેવા માટે ઉદ્દઘાટક મહેશ પટેલે અનુરોધ કર્યો હતો.

Next Story