Top
Connect Gujarat

અંકલેશ્વર ગડખોલ પાટિયા ઓવર બ્રિજનું કામ વાહન ચાલકો માટે ત્રાસ દાયક બન્યુ

અંકલેશ્વર ગડખોલ પાટિયા ઓવર બ્રિજનું કામ વાહન ચાલકો માટે ત્રાસ દાયક બન્યુ
X

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે હાલમાં ઓવર બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે મુખ્ય રસ્તો ખરાબ થતા વાહન ચાલકોએ ત્યાંથી પસાર થવું મુશ્કેલ રૂપ બની ગયું છે.

અંકલેશ્વર ગડખોલ પાટિયા સુરવાડી ફાટક પાસે સર્જાતા ટ્રાફિક માંથી વાહન ચાલકોને છુટકારો મળે તે હેતુ થી ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જોકે એક તરફ ઓવર બ્રિજનાં નિર્માણનું કામ ચાલી રહયું છે, તો બીજી તરફ સર્વિસ રોડ પર થી વાહન ચાલકોને પસાર થવું ત્રાસદાયક બની ગયું છે.

વરસાદમાં આ માર્ગ વધુ ખરાબ બનતા કલાકો સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઈ રહી છે. તંત્ર દ્વારા બ્રિજ નિર્માણની કામગીરી સાથે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે.

ખાસ કરીને સવારનાં વર્કિંગ સમય અને સાંજના ઓફિસ છૂટવાના સમયે વાહનોનું ભારણ વધતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે.જોકે માત્ર માર્ગ જ નહિ પરંતુ વાહન ચાલકોની ઉતાવળી નીતિ અને ટ્રાફિકમાં પણ ગમેતેમ વાહન લઈને ઘુસી જવાના કારણે ટ્રાફિક વધુ વિકટ બનતો હોવાનું પણ કહેવાય રહ્યું છે.

Next Story
Share it