અંકલેશ્વર : ગુજરાતમાં દર 20 મિનિટે એક વ્યકતિનો આપઘાાત, જુઓ કોણે કર્યા ભાજપ સરકાર પર પ્રહાર

0

રાજયમાં કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમો યોજાઇ રહયાં છે ત્યારે અંકલેશ્વર ખાતેના કાર્યક્રમમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહયાં હતાં. તેમણે રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. 

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિત  રાજેન્દ્રસિંહ રણા, જગતસિંહ વાંસદીયા, બાલુભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધે એ હેતુથી આ કાર્યક્રમ રાજ્યભરમાં યોજાઈ રહ્યાં છે. પરેશ ધાનાણીએ અંકલેશ્વરના કાર્યકરોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  ભાજપના સાશનમાં દર ૨૦ મીનીટે ગુજરાતમાં એક વ્યક્તિ આત્મહત્યા કરી રહી છે. આ ઉપરાંત નોટબંધી અને જી.એસ.ટી.નાં કારણે ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here