અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટેની ઉમેદવારી પ્રક્રિયા શરુ

અંકલેશ્વર તાલુકાના 60 પૈકી 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી 27મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડતાની સાથે જ વિવિધ ગામોમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના 60 પૈકી 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં તાલુકા પંચાયતમાં 25 અને મામલતદાર કચેરીમાં 16 ગ્રામ પંચાયત ચૂંટણી માટેના ઉમેદવારોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના સરપંચ અને સભ્યો એ પણ ઉમેદવારી નોંધાવી હતી અને પોતાની જીતનો દાવો કર્યો હતો.
ઉમેદવારોએ પોતાના ઠેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને તંત્ર પણ સાબદુ બન્યુ છે, ત્યારે ઘણાખરા ગામોમાં ચૂંટણી સમરસ બનાવવાના પ્રયાસો પણ રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી રહયા છે. તો ચૂંટણીને પગલે ગ્રામ્ય ક્ષેત્રે મતદારો ને રીઝવવા ના પ્રયાસો પણ શરુ થઈ ગયા છે.