Connect Gujarat

અંકલેશ્વર જીઆઇડીસીના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સુર સામ્રાજ્ઞિ અનુરાધા પૌડવાલના  લાઈવ કોન્સર્ટનું ભવ્ય આયોજન 

અંકલેશ્વર જીઆઇડીસીના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સુર સામ્રાજ્ઞિ અનુરાધા પૌડવાલના  લાઈવ કોન્સર્ટનું ભવ્ય આયોજન 
X

ભરૂચ જિલ્લામાં પ્રથમવાર 5100 કેન્ડલ એક સાથે પ્રગટાવીને દેશ ભક્તિનું ગાન કરવામાં આવશે

અંકલેશ્વર જીઆઇડીસીના નવા ફેઝના શોભામય ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આગામી તારીખ 7મી જાન્યુઆરી 2017ને શનિવારની રાત્રીએ સુર સામ્રાજ્ઞિ અનુરાધા પૌડવાલના સંગીત સંધ્યાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

સુપર હિટ હિન્દી ફિલ્મોમાં પોતાના સુર થકી ગીતોની સુરાવલી પ્રસરાવનાર અને દેશ વિદેશમાં ખ્યાતી મેળવનાર ગાયિકા અનુરાધા પૌડવાલનો ભરૂચજિલ્લામાં પ્રથમ વખત લાઈવ કોન્સર્ટના ભવ્ય કાર્યક્રમનું આયોજન ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આયોજક રામુભાઇ ભરવાડ દ્વારા કરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર 5100 કેન્ડલ એક સાથે પ્રગટાવીને દેશ ભક્તિનું ગાન પણ કરવામાં આવશે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં અંદાજીત 1.51 લાખ સ્કવેર ફુટની વિશાળ જગ્યા ધરાવતા ગોકુલ પાર્ટી પ્લોટમાં તારીખ 7મીજાન્યુઆરી 2017 ની રાત્રીએઅનુરાધા પૌડવાલ દ્વારા 1990 ના દાયકાથી લઈને જુના નવા ફિલ્મી ગીતો તેમજ ભજનોની રમઝટ બોલાવવામાં આવશે. આધુનિક સાઉન્ડ સિસ્ટમ તેમજLED સ્ક્રીન થકી સંગીતપ્રેમીઓ નિર્દોષ મનોરંજનનો લુપ્ત ઉઠાવી શકશે.

અનુરાધા પૌડવાલના લાઈવ કોન્સર્ટ કાર્યક્રમના આયોજક રામુભાઇ ભરવાડ દ્વારા જણાવવા માં આવ્યુ છે કે આજના સમયમાં પરિવારજનો સાથે બેસીને માણીશકાય તેવા કાર્યક્રમો ઘટતા જાય છે, ત્યારે સહ પરિવાર સાથે લોકો નિર્દોષ મનોરંજન ની મોજ માણી શકે તે રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરાંત કાર્યક્રમ માં દસ થી પંદર હજારની જનમેદની અનુરાધા પૌડવાલ ના સંગીતરસ માં તરબોળ થઈને તૃપ્ત થશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યાછે.

ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સંગીતના આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક રામુભાઇ ભરવાડ દ્વારા પુરતી સુરક્ષા વ્યવસ્થા તેમજ બેઠક વ્યવસ્થાસાથે ચટાકેદાર વાનગીઓના સ્ટોલની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

Next Story
Share it