Top
Connect Gujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ "રામદેવ કેમિકલ" માંથી ગેરકાયદેસર રીતે પ્રદુષિત પેકીંગ મટેરિયલ બહાર નિકાલ કરતા ઝડપાયા

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ રામદેવ કેમિકલ માંથી ગેરકાયદેસર રીતે પ્રદુષિત પેકીંગ મટેરિયલ બહાર નિકાલ કરતા ઝડપાયા
X

એક સ્થાનિક એન.જી.ઓ.ની ટિમ ને માહિતી મળી હતી કે એક પીળા કલરનો આઇસર ટેમ્પો પ્રદુષિત મટેરિયલનું ગેરકાયદેસર રીતે નિકાલ કરવા અર્થે પસાર થઈ રહ્યું છે તેથી આ ટેમ્પોને રોકી આ ડ્રાઈવરને પૂછપરછ કરતા ડ્રાઈવર પાસે કોઈ પણ જાતના કાયદેસરના વાહનના ડોક્યુમેન્ટ ના મળતા અને શંકાસ્પદ જણાતા જી.પી.સી.બી ને જાણ કરાતા અધિકારી શ્રી જાદવ સાહેબ ઘટના સ્થળે ટિમ સહિત આવી પોહચ્યા હતા. પુછપરછમાં ડ્રાઈવરે જણાવેલ કે આ મટેરિયલ કોઈ પ્રજાપતિ નામના ઇસમે રામદેવ કેમિકલમાંથી ખરીદ કર્યું છે અને તે નવજીવ હોટેલ પાછળ આવેલ ગોડાઉન માં ખાલી કરવા અર્થે ભરેલ હતો.

જીપીસીબી દ્વારા ટેમ્પોને પરત રામદેવ કેમિકલમાં લઇ જઇ કમ્પનીમાં જ ખાલી કરાવી ને સ્થળ પરજ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રામદેવ કેમિકલમાં ગાડી પાછી લાવતા કમ્પની સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તો અમો અમારી જ કમ્પની માં પ્રોસેસિંગ માટે મોકલી છે જો કે તેમની સામેજ ડ્રાઈવરે કહ્યું હતું કે આ ટેમ્પો નવજીવન હોટેલ પાછળ ખાલી કરવા જઈ રહ્યો હતો આમ કમ્પની સંચાલકો ની પોલ ખુલી પડી હતી.

કાયદેસર રીતે આવા પ્રદુષિત મટેરિઅલ નો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું કહેવામાં આવે છે અને એ શરતે જ કમ્પનીઓ ને મન્જુરી પણ આપવામાં આવે છે પરંતુ પોતાનો ખર્ચ બચાવવા અને કચરા માંથી પણ રૂપિયા કમાવવાની માનસિકતા રાખતા આવા ઉદ્યોગકારો પર્યાવરણ ને ગમ્ભીર નુકશાન કરે છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને તાકીદ કરવામાં આવી છે કે જીપીસીબી ના કાયદાઓનું, સુપ્રીમ કોર્ટ ના હુકમો નું અને હાઇકોર્ટેના હુકમો નું વારંવાર અનાદર કરતા અને અંકલેશ્વર ને કલંક લગાડનારા આવા તત્વો સામે પારદર્શક અને અન્ય આવા અસામાજિક તત્વો ને બોધપાઠ રૂપ કાર્યવાહી કરવામાં આવે. રામદેવ કેમિકલ ના પાછલા વર્ષો નું ઉત્પાદન અને વેસ્ટ નિકાલ ના આંકડાઓ ની તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે છે. તેથી આ બાબતે ઘનિષ્ટ તપાસ ની માંગણી કરવામાં આવી છે.

Next Story
Share it