Top
Connect Gujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં પોલીસ દ્વારા કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી થી વાહન ચાલકોમાં ફફડાટ

અંકલેશ્વર જીઆઇડીસીમાં પોલીસ દ્વારા કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી થી વાહન ચાલકોમાં ફફડાટ
X

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ, જેમાં પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક પગલા ભર્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા સરદાર પાર્ક ચોકડી પાસે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અને ખાસ કરીને કારનાં કાચ પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.

જોકે ઘણાખરા કાર ચાલકોએ પોતે ટ્રાફિકનાં નીતિનિયમોનું ઉલ્લંઘન કરતા હોવાછતાં પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ જીઆઇડીસી પોલીસની ટીમે પણ ઉલ્લેખનીય કામગીરી કરીને કારનાં કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યુ હતુ.

Next Story
Share it