Top
Connect Gujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં યુવા ભાજપનું વિજય ટંકાર સંમેલન યોજાયુ

અંકલેશ્વર જીઆઇડીસીમાં યુવા ભાજપનું વિજય ટંકાર સંમેલન યોજાયુ
X

અંકલેશ્વર જીઆઇડીસીનાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિજય ટંકાર યુવા સંમેલન યોજાયુ હતુ.

અંકલેશ્વર વિધાનસભા યુવા મોરચાનું વિજય ટંકાર સંમેલન જીઆઇડીસીનાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયુ હતુ, જેમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા આવનાર ચૂંટણી સંદર્ભે યુવા મોરચાનાં હોદ્દેદારો, કાર્યકર્તાઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

વધુમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી, અને ચૂંટણીનાં કામમાં જોતરાય જવા માટેનું સૂચન કર્યુ હતુ.

આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાનાં ઉપપ્રમુખ કરસન ગોંડલીયા, પ્રદેશ યુવા મોરચાનાં કારોબારી સભ્ય અને ભરૂચ જિલ્લા યુવા મોરચાનાં પ્રભારી ધર્મેશ ભલાળા, ભરૂચ જિલ્લા યુવા મોરચાનાં પ્રમુખ સુરેશ પટેલ સહિતનાં હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it