Top
Connect Gujarat

અંકલેશ્વર જીઆઇડીસી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી ભળ્યુ

અંકલેશ્વર જીઆઇડીસી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી ભળ્યુ
X

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ની વરસાદી કાંસમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળતા કાંસમાં વહેતુ થયુ છે, જે અંગેની જાણ જી.પી.સી.બી. ને થશે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અંકલેશ્વર જીઆઈડીસીની વરસાદી કાંસમાં વરસાદી પાણી સાથે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી ગયુ હતુ, જે અંગેની જાણ પ્રકૃતિ મંડળના સલીમ પટેલ અને તેમની ટીમને થતા તેઓએ આ અંગે જી.પી.સી.બી. ની કચેરીમાં જાણ કરી હતી.

જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ પરથી પ્રદુષિત પાણીનાં નમૂના લઈને તપાસ શરુ કરવામાં આવી છે.થોડા સમય પહેલા જીપીસીબી દ્વારા બી અને સી પમ્પીંગ સ્ટેશનો બંધ કરાવવામાં આવ્યા હતા,અને વરસાદી કાંસમાં વહેતા પ્રદુષિત પાણીને અટકાવવા માટેના પ્રયાસો કર્યા હતા,જોકે તેમ છતાં હજી પણ જીઆઇડીસીની કાંસમાં વરસાદી પાણી સાથે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પણ વહેતુ થયુ છે,અને આજ પાણી આમલાખાડી અને છાપરા ખાડીમાં ભળી જતુ હોવાનું કહેવાય છે.

આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીનો ટેલિફોનિક સંપર્ક થઇ શક્યો નહોતો. પરંતુ જીપીસીબી દ્વારા બેજવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story
Share it