Top
Connect Gujarat

અંકલેશ્વર જીઆઈડીસી માંથી બે મોબાઈલ ચોરની ધરપકડ કરતી પોલીસ

અંકલેશ્વર જીઆઈડીસી માંથી બે મોબાઈલ ચોરની ધરપકડ કરતી પોલીસ
X

અંકલેશ્વર જીઆઇડીસીની એશીયન પેઇન્ટસ ચોકડી પાસે થી ચોરીનાં 12 નંગ મોબાઈલ ફોન સાથે પોલીસે બે ઈસમોની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મળેલી બાતમીને આધારે એશીયન પેઇન્ટસ ચોકડી પાસે પ્લાસ્ટિકની કોથળીમાં મોબાઈલ ફોન લઈને ફરતા બે ઈસમો સુનિલ પરબત નાયક રહે કોંઢ ગામ ,તાલુકો વાલિયા, અને સૌરભસીંગ બ્રિજેશસીંગ રાજપૂત રહે સાંઈધામ સોસાયટી, ભડકોદ્રા, અંકલેશ્વરનાંઓ ની પોલીસે શંકાના આધારે સઘન પુછપરછ કરી હતી, જોકે તેઓ પોલીસને મોબાઈલ ફોન અંગે યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ચોરીની આશંકા વ્યક્ત કરીને 12 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 31,360નાં મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી.

Next Story
Share it