સુરત એલ.સી.બી.પોલીસે કાર ચોરીમાં ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર જીઆઈડીસી માંથી તવેરા કાર ચોરીમાં 4 ઈસમોને સુરત થી ટ્રાન્સફર વોરન્ટે લઇ આવી હતી. સુરત એલ.સી.બી.પોલીસે કાર ચોરીમાં ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.20 દિવસ પૂર્વે આકાંક્ષા એપાર્ટમેન્ટ ચોરાયેલ ટવેરા ગાડી ચોરીનો ભેદ ઉકેલવાની સાથે પોલીસે અન્ય વાહનચોરીના ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડ તજવીજ આરંભી હતી.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારના આકાંક્ષા એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલ તવેરા કાર નંબર-જે.જે ૧૬.૧૩૭૫ની કોઈક ઇસમો ગત 7 મી નવેમ્બર રોજ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે કાર માલિક હેમંતભાઈ પટેલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. દરમ્યાન સુરત એલ.સી.બી.પોલીસે કાર ચોરીમાં ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેઓની સઘન પૂછપરછ હાથ ધરતા તેઓએ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ આકાંક્ષા એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલ તવેરા કારની પણ ચોરી હારી હોવાની કબુલાત કરી હતી. સુરત એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને જાણ કરતા પોલીસે કાર ચોરીમાં સંડોવાયેલ જાવેદ રીયાઝ પઠાણ, મહંમદ આઝાદ કુતુબુદ્દીન, મહંમદ નઈમ મહંમદસલીમ ખાન, મહંમદ કાસીમ વકીલ અહેમદના ટ્રાન્સફર વોરંટેએ અંકલેશ્વર લઇ આવી હતી તેમજ તવેરા કારનો  કબજો મેળવી અંકલેશ્વર લઇ આવી હતી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here