Top
Connect Gujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે કાર ચોરીના આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે કાર ચોરીના આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી
X

પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગત તારીખ-૧૦ માર્ચ ૨૦૧૯ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વિઝન સ્કુલ પાસેથી એક ઈનોવા અને ફોર્ચ્યુંનર ગાડીની ચોરી થઇ હતી. જે બંને વીઆઈપી ગાડીઓ પૈકી ઈનોવા ગાડી ચોરી કરનાર ઇસમ પાસેથી ખરીદી મૂળ રાજસ્થાનમાં બાડમેરના ધોરીમન્નાનો રહેવાસી સુખદેવ હીરારામ બિશનોઈ અફીણની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતો હતો. તે દરમિયાન આ ઇસમને ઉદેપુરના પ્રતાપનગર પાસેથી ઝડપી પાડી તેની વધુ તપાસ કરતા તેણે ચોરેલી ગાડી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી મેળવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

ત્યાર બાદ પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસનો સંપર્ક કરતા આરોપીને ટ્રાન્સફર વોરંટથી અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી થાય તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it