અંકલેશ્વર : ઝમઝમ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, સીસીટીવીમાં થયા કેદ

અંકલેશ્વરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલાં ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયાં હતાં. ચોરી કરવા આવેલા તસ્કરો એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતાં.
https://twitter.com/ConnectGujarat/status/1178922525532798976?s=20
અંકલેશ્વર શહેરમાં પોલીસતંત્ર નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત બન્યું છે ત્યારે તસ્કરો પણ તેમનો કસબ અજમાવવા માટે સજજ બન્યાં હોય તેમ લાગી રહયું છે. અંકલેશ્વરમાં સતત ધમધમતા રહેતા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચોરીની ધટના બાદ લોકોમાં ભય જોવા મળી રહયો છે. સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના ચોરીના ઇરાદે તસ્કરો ત્રાટકયાં હતાં. તેમણે એપાર્ટમેન્ટના ફલેટને બહારથી બંધ કરી દીધાં અને ચોરી કરવાની શરૂઆત કરી હતી. ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોતે સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું જણાતા ચોરોએ કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીના બનાવ બાદ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. પોલીસ રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.