Top
Connect Gujarat

અંકલેશ્વર તાલુકાનાં સેંગપૂર ગામની સીમમાં ભેદી રીતે અબોલ પશુ સહિત એક મોરનાં મોત થી ચકચાર

અંકલેશ્વર તાલુકાનાં સેંગપૂર ગામની સીમમાં ભેદી રીતે અબોલ પશુ સહિત એક મોરનાં મોત  થી ચકચાર
X

અંકલેશ્વર તાલુકાના સેંગપુર અને અવાદર ગામની સીમ પાસે અબોલ પશુઓ અને મોરનું ભેદી રીતે મોત થતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, અને ઘટના પાછળ ઝેરી લાડવા ખાવાથી પશુઓ ટપોટપ મોતને ભેટ્યા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાનાં અને ઝઘડીયા જીઆઇડીસી નજીક આવેલ સેંગપુર અને અવાદર ગામની સીમમાં વર્ષોથી પશુપાલકોએ પડાવ નાખ્યો છે.તારીખ 3જી સપ્ટેમ્બર રવિવારનાં રોજ જ્યાં ગાય, ભેંસ ચારો ચરતી હતી ત્યાં અચાનક આ અબોલ પશુઓ ટપોટપ મોતને ભેટવા લગતા પશુપાલકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયુ હતુ.

આ અંગેની જાણ ગૌરક્ષક સાજણભાઈ આહીરને કરવામાં આવતા તેઓ તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને પશુ ચિકિત્સક તેમજ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પીઆઇ બી.એલ.વડુકર સહિતની ટીમ પણ દોડી આવી હતી.અને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે સાજણભાઈ આહીરે જણાવ્યુ હતુ કે 15 ગાયો,3 ભેંસો અને એક મોરનું ઝેરી પદાર્થ ખાવાથી મોત નિપજ્યુ હોવાનું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે,અને મૃત પશુઓનાં મોત પાછળનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે,અને FSLની તપાસ માટે પણ માંગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અબોલ પશુઓ જ્યાં ચારો ચરતા હતા ત્યાં કોઈક તત્ત્વો દ્વારા ઝેરી લાડવા મુકવામાં આવ્યા હતા,અને જે આરોગતાની સાથેજ ગાય ,ભેંસ અને મોરના મોત નિપજ્યા હોવાનું પણ પશુપાલકો કહી રહ્યા છે,અને પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરીને આવા તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે.

Next Story
Share it