Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ના જવાનોની કારને અકસ્માત નડતા એકનું મોત ત્રણ ઘાયલ

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ના જવાનોની કારને અકસ્માત નડતા એકનું મોત ત્રણ ઘાયલ
X

સુરત ખાતે ફાયરીંગ ની તાલીમ મેળવી ને પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ના પોલીસ જવાનોની કાર ને વાલિયા પાસે ગોઝારો અકસ્માત નડયો હતો,જેમાં એક પોલીસ કર્મી નું ગંભીર ઈજાઓ ના કારણે કરૂણ મોત નીપજ્યું હતું,જયારે ત્રણ ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

police 1

અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રહલાદસિંહ,અરવિંદભાઈ,હરેન્દ્રભાઈ પટેલ,કિરણ ભાઈ તમામ સુરત ખાતે થી ફાયરીંગ ની તાલીમ મેળવી ને સ્વીફ્ટ કારમાં પરત અંકલેશ્વર આવી રહ્યા હતા.તે દરમિયાન વાલિયા પાસે એક ટ્રક સાથે તેઓની કાર ને ગમખ્વાર અકસ્માત નડયો હતો.

પોલીસ કર્મીઓ ની કાર ને અકસ્માત સર્જાતા કારમાં સવાર પ્રહલાદસિંહ ના ઓ નું ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.તેમજ અરવિંદભાઈ,હરેન્દ્રભાઈ પટેલ,કિરણ ભાઈ નાઓ ને ઈજાઓ પહોંચતા અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.

sp bharuch

ઘટના અંગે ની જાણ જીલ્લા પોલીસ બેડા માં તથા ભારે શોક ની લાગણી પ્રસરી ગઈ હતી.તેમજ જીલ્લા પોલીસ વડા સંદીપસિંઘ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી ને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની તબિયત સંદર્ભે તબીબો સાથે પણ ચર્ચા કરી હતી જયારે મૃતક પોલીસ જવાન પ્રહલાદસિંહના પરિવારજનો ને તેઓએ સાંત્વના પાઠવી હતી.

Next Story
Share it