અંકલેશ્વર નગરપાલીકાની સ્વચ્છતા મુદ્દે નિષ્કાળજી ભરી અને બીનજવાબદારી પૂર્વકની કામગીરી

અંકલેશ્વર નગરપાલીકાના સભ્ય મુકેશ જૈન દ્વારા ડોર ટુ ડોર કચરા સંગ્રહ ગાડીના ડ્રાઇવરની પુછ-પરછ કરતા ગાડીના ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ અને પી.યુ.સી. ન મળતા મુકેશ જૈન દ્વારા નગર પાલીકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહિડાને સ્થળ પર બોલાવવામાં આવેલ. જે દરમીયાન તેઓને આ પ્રકારની નગરપાલીકાની બીનજવાબદારી પુર્વકની કામગીરી અંગે પુછ-પરછ કરતા તેઓ તરફથી જણાવવામાં આવેલ કે સદર કામગીરી મારી જવાબદારીમાં આવતી નથી.
નગરપાલીકાના સેનેટરી ઇન્સ્પેક્ટરનો આ પ્રકારનો જવાબ મળતા મુકેશ જૈન દ્વારા નગરપાલીકાના ચીફ ઓફીસરશ્રીને ટેલીફોનીક વાત કરતા તેઓએ તપાસ કરાવવા ખાત્રી આપી હતી. પરંતુ બાદમાં તેઓ તરફથી પણ કોઇ પ્રતિસાદ કે તપાસ ન થતા મુકેશ જૈને સંપૂર્ણ ગામમાં તમામ ડોર ટુ ડોર કચરા સંગ્રહ ગાડીની વીઝીટ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં વીઝીટ દરમ્યાન નગરપાલીકાના ડોર ટુ ડોર કચરા સંગ્રહની કામગીરીના કોન્ટ્રાકટર “શાંતિ કોર્પોરેશન”ના સુપરવાઇઝર દિનેશભાઇને પણ સાથે રાખી દરેક ગાડી(ટેમ્પા)ની વિઝીટ કરતા માલુમ પડેલ કે નગરપાલીકાના કોન્ટ્રાકટર પ્રમાણે ૧૫ નંગ ગાડી(ટેમ્પા) હોવા જોઇએ એની જગ્યાએ ફકત ૭ નંગ ગાડી(ટેમ્પા) ફરજ પર હાજર હતા તથા ફરજ પરની ગાડી(ટેમ્પા)ના ૭ ડ્રાઇવરમાંથી ફકત એક જ ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ મળી આવેલ છે. તેમજ એકપણ ગાડી(ટેમ્પા) પાસે પી.યુ.સી. મળી આવેલ નથી. સરકારી તંત્ર જ જયારે ડ્રાઇવીંગ લાઇસન્સ વગરના ડ્રાઇવરો ફરજ પર હાજર રાખશે અને કોઇ મોટી હોનારત થશે તો તેનુ જવાબદાર કોણ ?
આ પ્રકારની તંત્રની બીનજવાબદારી પૂર્વકની કામગીરીથી સત્તાધીશોની પોલ ખુલ્લી પડે છે તેમજ આપવામાં આવેલ ડોર ટુ ડોર કચરા સંગ્રહ કોન્ટ્રાકટમાં ખુબજ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય એમ જણાઇ આવ્યું હતું. મુકેશ જૈને જણાવ્યું હતું કે સંપુર્ણ નગરપાલીકા વિસ્તારમાં સર્વેં કરાવવામાં આવે તો રોજે- રોજ નિયમિતપણે કોઇપણ વિસ્તારમાં કચરો લેવા માટે કોઇ આવતું નથી. માત્ર નગરપાલીકાના પ્રમુખ, ઉપ-પ્રમુખ, સભ્યો અને અધિકારીના ઘરના વિસ્તારમાં જ કામગીરી કરવામાં આવે છે. તો શુ પ્રજાને પડતી મુશ્કેલીઓ જોવાનું કામ કોનું છે ?
વધુમાં નગરપાલીકા સભ્ય મુકેશ જૈને જણાવ્યુ હતું કે, એક બાજુ સરકાર સ્વચ્છ ભારત અભિયાનને ટાર્ગેટ કરી મોટી-મોટી ગ્રાન્ટો પાસ કરી ફંડો ફાળવે છે. પરંતુ ફાળવવામાં આવેલ ગ્રાન્ટોનો ઉપયોગ તંત્ર દ્વારા પ્રજાહિતના કાર્યોમાં કરવામાં આવતો નથી. આજે અંકલેશ્વર નગરપાલીકાના ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજય જોવા મળે છે અને હાલ તો ચોમાસાની સીઝન હોવાથી ગંદકીના કારણે રોગચાળાનું સામ્રાજય પણ દિન પ્રતિદિન વધતુ જોવા મળી રહ્યુ છે. તંત્ર પોતાની જવાબદારી પત્યેની આળસ છોડી પ્રજાલક્ષી કામગીરી કરે એ જરૂરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
4 July 2022 6:12 AM GMTરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે...
4 July 2022 6:08 AM GMTસાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMTરોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMTપીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા...
4 July 2022 4:06 AM GMT