Top
Connect Gujarat

અંકલેશ્વર નગર પાલિકા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

અંકલેશ્વર નગર પાલિકા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
X

અંકલેશ્વર નગર પાલિકાનાં સભાખંડ ખાતે પ્રાંત અધિકારી રમેશ ભગોરાનાં અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાં ASP રવિ મોહન સૈની, મામલતદાર, નગર પાલિકાના સભ્યો, વીજ કંપનીનાં અધિકારીઓ, શાંતિ સમિતિનાં મહેન્દ્રભાઈ પુષ્કર્ણા, રફીક ઝઘડિયાવાલા ,સિકંદર ફડવાલા,સહિત ગણેશ મંડળનાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ વિસર્જન અને બકરી ઈદનાં તહેવારોને અનુલક્ષીને તહેવારોની ઉજવણી કોમી એકતા અને ભાઈચારો સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટેની અગત્યની ચર્ચા કરવામાં આવી હતી.અને કાયદો વ્યવસ્થા જાળવવાની સૌને અપીલ કરવામાં આવી હતી.

Next Story
Share it