Connect Gujarat

અંકલેશ્વર નગર પાલિકા ના વિવિધ વિકાસ લક્ષી કામોનું ખાતમુહર્ત કરતા સહકાર મંત્રી

અંકલેશ્વર નગર પાલિકા ના વિવિધ વિકાસ લક્ષી કામોનું ખાતમુહર્ત કરતા સહકાર મંત્રી
X

અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના વિવિધ વિકાસ લક્ષી કામોનું ખાતમુહર્ત રાજય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અને યોજનાઓ હેઠળ તેમજ ONGC તરફથી મળેલ અનુદાન અન્વયે RCC રસ્તા, ઇન્ટરલોકીંગ બ્લોક, પીવાના પાણીની સુવિધા, MTM સ્કૂલ મ્યુન્સિપલ ડિસ્પેન્સરીનું રીપેરીંગ, માઁ શારદા ભવન ટાઉન હોલમાં એન્ટ્રી ગેટ પેવર બ્લોક સહિતના વિકાસ કામો રૂપિયા 485.86 લાખના ખર્ચે કુલ 67 કામોનું ખાતમુહર્ત રાજય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ મીનબેન પટેલ, સહિતના હોદ્દેદારો સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it