Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ના સંગીત શિક્ષકને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા 

અંકલેશ્વર ના સંગીત શિક્ષકને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા 
X

અંકલેશ્વર જીઆઈડીસીના સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા વાલિયાની નવોદય વિધાલયમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા તન્મય મિશ્રાને દિલ્હી ખાતે "તરાના સન્માન"એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

30 વર્ષથી સંગીતની સાધના કરીને વિદ્યાર્થીઓ માં સંગીતરૂપી સંસ્કારોનું ભાથુ પીરસતા તન્મય મિશ્રાએ 100 જેટલા ગીતો પોતે જ બાનવીને કમ્પોઝ પણ કર્યા છે.તારીખ 24મી ડિસેમ્બર ના રોજ દિલ્હી ખાતે ના કેન્દ્ર સરકારના ક્લચર અને કલા વિભાગ દ્વારા સંગીત તજજ્ઞો નો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

sangeet-award-photo01

આ કાર્યક્રમ માં મોહન વીણા વાદન અને તેની સાથે ક્લાસિકલ વોકલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ રાષ્ટ્રીય કક્ષા એ દેશના 18 જેટલા સંગીત કલાકારો ને પદ્મશ્રી પંડિત વિશ્વ મોહન ભટ્ટ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્ય માંથી એકમાત્ર તન્મય મિશ્રા ને સંગીત ક્ષેત્રે સર્વોત્તમ ગણાતા "તરાના સન્માન"એવોર્ડ થી સન્માનિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની ડીડી ગિરનાર,આલ્ફા ટીવી સહિત 3 થી વધુ ધારાવાહિકો માં તન્મય મિશ્રા એ સંગીત ના સુર રેલાવ્યા છે,અને અગાઉ પણ તેઓને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તન્મય મિશ્રાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ સન્માન માત્ર મારુ નહિ પરંતુ ગુજરાત રાજ્ય ભર ની જનતાનું છે,જેઓના પ્રેમ અને આશીર્વાદ થકી આજે તેઓ આ સન્માન ના સ્થાન સુધી પહોંચી શક્યા છે.

Next Story