અંકલેશ્વર ની કાપોદ્રા ગામની ખાડીમાં જળચર જીવોના શંકાસ્પદ મોત થી ચકચાર
BY Connect Gujarat21 Dec 2016 8:16 AM GMT

X
Connect Gujarat21 Dec 2016 8:16 AM GMT
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની ખાડી માં જળચર જીવો ટપોટપ મોત ને ભેટતા શંકાસ્પદ ઘટના અંગે ગ્રામજનો માં રોષ ભભૂકી ઉઠયો હતો.
અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાંથી પસાર થતી પાણી ની ખાડી માં મૃત માછલીઓ મળી આવતા ગ્રામજનો એ ખાડી માં પ્રદુષિત પાણી ભળી ગયા હોવાની ફરિયાદ કરી હતી.
આ ઘટના અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ની કચેરીમાં જાણ કરવામાં આવતા જીપીસીબી ના અધિકરીઓ એ ખાડી ના પાણી ના નમૂના લઈને પુથ્થકરણ માટે રવાના કર્યા હતા.
Next Story