Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ને.હા.નં 8 પર કાજુની લૂંટની ઘટનામાં એક આરોપી ઝડપાયો

અંકલેશ્વર ને.હા.નં 8 પર કાજુની લૂંટની ઘટનામાં એક આરોપી ઝડપાયો
X

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 યુપીએલ કંપની પાસે એપ્રિલ મહિનામાં કાજુ તેમજ દવાનો જથ્થો ભરેલ ટ્રકની લૂંટને અજાણ્યા લૂંટારુઓએ અંજામ આપ્યો હતો. જે ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 યુપીએલ કંપની નજીક તારીખ 27 / 04 / 2017માં ટ્રક લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ટ્રક ચાલક રાજેન્દ્રસિંગ રાઠોડ રહેવાશી રાજસ્થાનનાં ઓ ટ્રકમાં મોટા પ્રમાણમાં કાજુ અને દવા સહિતનો સમાન ભરીને અંકલેશ્વર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા.

રાજેન્દ્ર રાઠોડ ને.હા.નં 8 યુપીએલ કંપની નજીક ટ્રક ઉભી રાખીને રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક પાંચ થી છ અજાણ્યા ઈસમોએ ત્યાં આવીને ટ્રક ચાલક રાજેન્દ્ર રાઠોડને મારમારી બંધક બનાવીને રોકડા રૂપિયા 16,500 તેમજ ટ્રકની લૂંટ કરીને ઝઘડીયા તરફ વેરાન જગ્યામાં લઇ ગયા હતા, અને અન્ય વાહનમાં ટ્રક માંથી 10 નંગ દવાની બેગ, તેમજ કાજુની પેટી નંગ 100 કિંમત રૂપિયા 8,56,800નો મુદ્દામાલ લૂંટીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે ભોગ બનનાર ટ્રક ચાલક રાજેન્દ્ર રાઠોડે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

જોકે તાજેતરમાં સુરત કોસંબા પોલીસે હાઇવે પર ટ્રક લૂંટની ઘટનામાં વેલજી રાજપૂત મૂળ રહે કચ્છ અને હાલ મુંબઈની ધરપકડ કરી હતી. કોસંબા પોલીસની સઘન પૂછપરછમાં આરોપી વેલજી રાજપૂતે અંકલેશ્વર કાજુની ટ્રક લૂંટની ઘટનાની કબૂલાત કરી હતી.

તેથી અંકલેશ્વર શહેર પોલીસે કોસંબા પોલીસ પાસેથી લૂંટનો આરોપી વેજલી રાજપૂતની ટ્રાન્સફર વોરંટ સાથે ધરપકડ કરીને 500 કિલોગ્રામ કાજુ અને દવાનાં 10 નંગ બોક્સ કબ્જે કરીને તેના અન્ય સાગરીતોની ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story