Top
Connect Gujarat

અંકલેશ્વર: પતંજલિ કંપનીમાં નોકરી અપાવવાના બહાને કરાઇ રૂપિયા ૩૩ હજારથી વધુની છેતરપીંડી

અંકલેશ્વર: પતંજલિ કંપનીમાં નોકરી અપાવવાના બહાને કરાઇ રૂપિયા ૩૩ હજારથી વધુની છેતરપીંડી
X

અંકલેશ્વરના યુવાનને પતંજલિ કંપનીમાં નોકરી અપાવવાના બહાને ઠગે રૂપિયા ૩૩ હજારથી વધુની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

અંકલેશ્વર શહેરમાં રહેતા ઉમેશચંદ્ર સુરેશચંદ્ર મિશ્રાએ અખબારી જાહેરાતમાં આધારે રાજ મલ્હોત્રાનો સંપર્ક કરી પતંજલિ કંપનીમાં એસ.એમ.એસ.જોબ માટે અરજી કરી હતી રાજ મલ્હોત્રાએ ઉમેશચંદ્ર સુરેશચંદ્ર મિશ્રાને ગત તારીખ ૨૭-૫-૧૯ના રોજ ફોર્મની કોપી મોકલી અરજી કરવાનું કહેતા તેણે અરજી કરી પ્રથમ ફી પેઠે ૨૧૫૦ ભર્યા હતા જે બાદ અલગ અલગ રીતે એસ.બી.આઈ.બેંક ખાતાના આધારે ઉમેશચંદ્ર મિશ્રાએ ૧૦૨૦૦ અને ૧૫૫૦૦ મળી કુલ ૩૩ હજાર ૯૫૦ જમા કરાવ્યા હતા જે બાદ તેણે ગલ્લાતલ્લા કરતા તેઓ સાથે છેતરપીંડી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ રાજ મલ્હોત્રા નામના ઠગ વિરુદ્ધ અંકલેશ્વર પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી જે બાબતે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it