Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પુસ્તકમેળામાં કેશલેસ ટ્રાન્જેક્શનને મળ્યો આવકાર

અંકલેશ્વર પુસ્તકમેળામાં કેશલેસ ટ્રાન્જેક્શનને મળ્યો આવકાર
X

અંકલેશ્વર જીઆઇડીસીની ગટ્ટુ વિદ્યાલય ખાતે ત્રિદિવસીય પુસ્તકમેળામાં પ્રકાશકો દ્વારા પુસ્તક પ્રેમીઓ માટે કેશલેસ સુવિધા રાખવામાં આવી છે.

અંકલેશ્વર જીઆઇડીસી ગટ્ટુ વિદ્યાલયના 20માં પુસ્તક મેળામાં પુસ્તકોનું પ્રદર્શન કરનાર પ્રકાશકો દ્વારા પુસ્તકપ્રેમીઓ માટે ડિજીટલ સુવિધા રાખવામાં આવી છે. રૂપિયા 500 અને રૂપિયા 1000ની નોટબંધીની અસર અને છુટ્ટા પૈસાની માથાકુટને ડામવા માટે પ્રકાશકો દ્વારા સ્વાઇપ મશીન થકી કેશલેસ ટ્રાન્જેક્શન અપનાવવામાં આવ્યુ છે. જેને પુસ્તક મેળાની મુલાકાતે આવતા પુસ્તકપ્રેમીઓ એ પણ સહજરીતે સ્વિકારીને કેશલેસ ટ્રાન્જેક્શનને આવકાર્યું હતુ.

unnamed-5

સુરતના ગજાનન બુક હાઉસના પ્રકાશક જયભાઈ એ જણાવ્યુ હતુ કે તાજેતરની રોકડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમજ ભારત સરકારના કેશકેસ ટ્રાન્જેક્શનના પ્રયાસો અંગે લોક જાગૃતતા માટેનો પણ આ એક અમારો પ્રયત્ન છે જે સુવિધા ને પુસ્તક ખરીદવા માટે આવતા લોકો પણ આવકારી રહ્યા છે.

Next Story