અંકલેશ્વર: બોરભાઠા બેટની ઝાડીઓમાંથી મળ્યો બિનવારસી મૃતદેહ
BY Connect Gujarat19 Oct 2019 8:35 AM GMT

X
Connect Gujarat19 Oct 2019 8:35 AM GMT
અંકલેશ્વરના બોરભાઠા બેટની ઝાડીઓમાં કોઇ અજાણ્યો મૃતદેહ હોવાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાસનો કબ્જો મેળવી તેના વાલીવારસોની શોધ આરંભી છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટની ઝાડીઓમાં કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ હોવાની જાણકારી અંકલેશ્વર શહેર પોલીસને મળી હતી. જેથી અંકલેશ્વર શહેર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે જઈ જોતા એક શર્ટ પેન્ટમાં વિકૃત હાલતમાં લાસ જોવા મળી હતી. જેથી પોલીસે આ ઇસમ અહીં કેવી રીતે આવ્યો?કોણ હતો? કેવી રીતે મોત નીપજ્યું?વિગેરે બાબતોની જાણ માટે લાસને પી.એમ અર્થે ખસેડી તેના વાલીવારસોની શોધ આરંભી છે.
Next Story