Top
Connect Gujarat

અંકલેશ્વર ભાજપે પૂર પીડિતો માટે સેવાની સુવાસ પ્રસરાવી

અંકલેશ્વર ભાજપે પૂર પીડિતો માટે સેવાની સુવાસ પ્રસરાવી
X

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તો માટે સેવાની સુવાસ પ્રસરાવી હતી, અને જરૂરી સાધન સહાયની ચીજવસ્તુઓની રાહત સામગ્રી પૂર પીડિતોને પહોંચાડવામાં આવી હતી.અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા બનાસકાંઠાનાં પૂર અસરગ્રસ્તો માટે 500 જેટલી જરૂરી સાધન સહાયની કિટ તૈયાર કરવામાં આવી હતી, અને ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા બનાસકાંઠા ખાતે આ કિટનું જરૂરિયાત મંદ લોકોમાં વિતરણ કરીને તેઓના દુઃખમાં સહભાગી બન્યા હતા.

ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સુરેશ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર શહેર યુવા મોરચાના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, સુનિલ વસાવા દ્વારા રાહત સામગ્રીની કિટ પૂર પીડિતો સુધી પહોંચાડવામાં આવી હતી.

અંકલેશ્વરમાં ભાજપના કાર્યકર્તાઓને આ સેવાકીય કાર્યમાં શહેરની સેવાભાવી જનતાનો પણ સારો પ્રતિસાદ સાંપડયો હતો.

Next Story
Share it