અંકલેશ્વર ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન વાજપેયીના જન્મદિન પ્રસંગે મેડિકલ કેમ્પ યોજાયો
BY Connect Gujarat25 Dec 2016 7:16 AM GMT

X
Connect Gujarat25 Dec 2016 7:16 AM GMT
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 92માં જન્મદિન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેરના સ્લમ વિસ્તાર તલાવિયાવાડ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આજ ના આ પ્રસંગ ને સુશાસન દિવસની ઉજવણી ના ભાગરૂપે યોજાયેલ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં નિષ્ણાંત તબીબો એ સેવાઓ આપી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, નગર પાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ
સહિત ના પાલિકાના હોદ્દેદારો સભ્યો તેમજ ભાજપના કાર્યકર્તા ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story