Top
Connect Gujarat

અંકલેશ્વર ભાજપ દ્વારા ભારત છોડો આંદોલનનાં 75 વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરાઈ

અંકલેશ્વર ભાજપ દ્વારા ભારત છોડો આંદોલનનાં 75 વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરાઈ
X

અંકલેશ્વર શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી, તેમજ અંકલેશ્વરના સ્વાતંત્ર સેનાની ઈશ્વરભાઈ કાયસ્થ અને વરિષ્ઠ નાગરિક ડાહ્યીબહેન રાણાનું સમાન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી સંદિપભાઈ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ, યુવા ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નગર પાલિકા પ્રમુખ મીનાબહેન પટેલ સહિત કાર્યકર્તાઓ, શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it