Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર માંથી પિત્તળનાં ચોરીનાં સામાન સાથે ત્રણ ઝડપાયા બે ફરાર

અંકલેશ્વર માંથી પિત્તળનાં ચોરીનાં સામાન સાથે ત્રણ ઝડપાયા બે ફરાર
X

ભરૂચ એલસીબી પોલીસની ટીમે અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન પોર જીઆઇડીસી માંથી ચોરીને અંજામ આપનાર ત્રણ આરોપીઓની પિત્તળનાં સામાન સાથે ધરપકડ કરી હતી, અને બે વાહનો જપ્ત કર્યા હતા, જોકે ઘટનામાં ભંગારીયા સહિત બે આરોપીઓ ફરાર છે.

ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એલસીબી પોલીસનાં મનસુખભાઇ પટેલને બાતમી મળી હતી. જેમાં વડોદરા પોર જીઆઇડીસી માંથી ધીરુ મગન વસાવા અને રાજુ વિશ્વકર્માએ તેમના સાથીદારો સાથે મળીને પિત્તળ વાલ્વ, નટ બોલ્ટનાં બોક્સની ચોરી કરીને અંદાડા ગામમાં રહેતા લખનલાલ ગુપ્તા નામનાં ભંગારીયાને આ સામાન આપ્યો હોવાની માહિતને આધારે એલસીબી પોલીસનાં મનસુખભાઇ, કનકસિંહ, જયેન્દ્રસિહ, દિલીપભાઈ, મણિલાલ, મહેશ કુમાર અને તરુણભાઈએ રેડ કરીને ચોરીનાં સામાનની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી લીધા હતા.

[gallery td_select_gallery_slide="slide" ids="36119,36120,36121,36122,36123,36124"]

એલસીબી પોલીસે મુકેશ નાગેશ્વર મંડલ, મુન્ના ઉર્ફે ખલબલી કલબલી પાસવાન, રાજુ ઉર્ફે રામસજીવન રામરાવત વિશ્વકર્માની ધરપકડ કરીને પિત્તળના વાલ્વ અને નટ બોલ્ટ તેમજ મારુતિ વાન તેમજ સેવરોલેટ એન્જોય કાર, વજન કાંટો,મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 4,53,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો, જોકે ઘટનાનાં મુખ્ય સૂત્રધાર લખનલાલ કદમશા ગુપ્તા અને ધીરુ મગન વસાવાનાં ઓ ફરાર થઇ ગયા હતા.

એલસીબી પોલીસ દ્વારા ભંગારીયા લખનલાલનાં ઘરમાં તપાસ કરવામાં આવતા પોલીસને બિયર તેમજ વિદેશી શરાબની બોટલ પણ મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે એસીબી પોલીસે વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story