Top
Connect Gujarat

અંકલેશ્વર: માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો દીક્ષાન્ત મહોત્સવ આરંગેત્રમ

અંકલેશ્વર: માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો દીક્ષાન્ત મહોત્સવ આરંગેત્રમ
X

અંકલેશ્વર ઝીલ નૃત્ય નિકેતન સંસ્થાના નૃત્યાંગના કલ્પનાબેન જૈનના શિષ્યો દ્વારા ભારત નાટ્યમમાં દીક્ષાન્ત મહોત્સવ આરંગેત્રમ યોજવામાં આવ્યો

કાર્યક્રમમાં પી.એમ નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન પણ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે ભારત નાટ્યમ એક્ષ્પોર્ટ તાંજોર ઘરાનાના ગુરૂ શિવકુમાર પિલાઈ પણ ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર ઝીલ નૃત્ય નિકેતન સંસ્થાના નૃત્યાંગના કલ્પનાબેન જૈનના શિષ્ય એવા વુંદાલી કમલેશભાઈ મોદી, આસ્થા કારહાલે, નિવેદિતા નાયર અને હાર્દિકા બારોટનો ભારત નાટ્યમમાં દીક્ષાન્ત મહોત્સવ આરંગેત્રમ યોજવામાં આવ્યો હતો.

માં શારદા ભવન ટાઉન હોલ ખાતે 4 કલાકે યોજાયેલ કાર્યક્રમમાં પી.એમ નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ પધારેલા પી.એમ. નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેને જણાવ્યું હતું કે, આજે હું અંકલેશ્વરમાં જે બાળાઓનો કાર્યક્રમ છે તેમાં આવી છું અહીં જે ભારત નાટ્યમમાં દીક્ષાન્ત મહોત્સવ આરંગેત્રમ યોજાયો છે તેની બાળાઓને પ્રોત્સાહન મળે અને આ બાળાઓએ ખુબ મહેનત કરી છે. તે જોઇ ખુબજ આનંદ અનુભવું છું. નરેન્દ્રભાઇ મોદી બીજી વાર વડાપ્રધાન બન્યા તે માટે તેમની લાગણી વિષે પુછતાં તેમણે તેઓ એમના કાર્યમાં આગળ વધે અને જે પાંચ વર્ષ એમને કામ કર્યું અને એવા બીજા પાંચ વર્ષ કામ કરશે તેવી કામના કરૂં છું ની પ્રતિક્રિયા આપી હતી.

ભારત નાટ્યમ એક્ષ્પોર્ટ તાંજોર ઘરાનાના ગુરૂ શિવકુમાર પિલાઈ, ઇનર વહીલ ક્લબ પૂર્વ ડિસ્ટીક ચેરમેન મીરાં પંજવાણી, ડો પ્રફુલસિંહ રાજ મીતાબેન રાડની વિશેષ ઉપસ્થિત રહ્યા. હતા. તો ચારેય દીકરીઓના માતા-પિતા અને પરિવારના સભ્યો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it