Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: મેઘના પેટ્રોલ પમ્પ પાસે ખંજવાળ આવે તેવો પદાર્થ નાખી કાર માંથી રોકડ રૂપિયા ૩.૯૯ ભરેલ બેગની થઈ ચોરી

અંકલેશ્વર: મેઘના પેટ્રોલ પમ્પ પાસે ખંજવાળ આવે તેવો પદાર્થ નાખી કાર માંથી રોકડ રૂપિયા ૩.૯૯ ભરેલ બેગની થઈ ચોરી
X

અંકલેશ્વર ખાતે આવેલ મેઘના પેટ્રોલપંપ ઉપર ડીઝલ ભરાવવા કાર લઈ આવેલ એક ખેડૂત ઉપર કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ખજવાળ આવે તેવો પદાર્થ નાંખી કારમાં રહેલ રૂપિયા ૩.૯૯ લાખની ચોરી કરી ફરાર થયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વરના ધંતુરિયા ગામના ખેડૂત બચુભાઇ પટેલ પોતાના ટ્રેકટર માટે ડીઝલ લેવા અંકલેશ્વર ખાતેના મેઘના પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા.દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો દ્વારા અચાનક બાઇક ઉપર આવી તેમના ઉપર કોઇ ખજવાળ આવે તેવો પદાર્થ નાંખી તેમની કારમાં રહેલ રૂપિયા ત્રણ લાખ નવ્વાણું હજારની રોકડ મત્તાની ઉઠાંતરઈ કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે ખેડૂત બચુભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત હાથધરી છે.

Next Story
Share it