અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અનાજના ગોડાઉનમાં ચોરીને અંજામ આપતા તસ્કરો

તેલના ડબ્બા અને ચોખાની બોરી મળી કુલ રૂપિયા 1,03,000ના મુદ્દામાલની ચોરી કરી ચોર ટોળકી ફરાર.
અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ મોના કોમ્પલેક્ષના એક અનાજના ગોડાઉનને તસ્કરોએ રાત્રી દરમિયાન નિશાન બનાવ્યુ હતુ. અને તેલના ડબ્બા તેમજ ચોખાની બોરીઓ મળી કુલ રૂપિયા 1,03,000નો મુદ્દામાલ ચોરી કરી ટોળકી ફરાર થઇ ગઈ હતી.
અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ મોના કોમ્પલેક્ષમાં ગણેશ કિરાણા સ્ટોર ધરાવતા તુલસી રામ ચૈહાણનાઓએ રાત્રી દરમિયાન દુકાન તેમજ નજીકમાં જ આવેલ ગોડાઉન ને લોક કરી ઘરે ગયા હતા. અને રાત્રી દરમિયાન તસ્કરોએ તેઓના અનાજના ગોડાઉનનું શટર તોડીને તેમાંથી જુદી જુદી બ્રાન્ડના તેલના ડબ્બા કુલ નંગ 30 કિ.રૂ.34,400 અને જુદી જુદી બ્રાન્ડના ચોખાની બોરી કુલ 106 નંગ કિ.રૂ.68,600 મળી કુલ રૂપિયા 1,03,000 ના મુદ્દામાલ ની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બનાવ સંદર્ભે જાણ થતા તુલસી ચૌહાણે શહેર પોલીસનો સંપર્ક કરીને ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.