Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : વડોદરાના આર.આર.સેલ દ્વારા સ્લમ વિસ્તારોમાં કીટ વિતરણ

અંકલેશ્વર : વડોદરાના આર.આર.સેલ દ્વારા સ્લમ વિસ્તારોમાં કીટ  વિતરણ
X

રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે

લોકડાઉન જાહેર કરી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે ત્યારે પોલીસ કાયદા અને

વ્યવસ્થાના પાલનની સાથે સેવાકીય કામગીરી પણ કરી રહી છે.

વડોદરા રેંજના આઇજી અભયસિંહ ચુડાસાના માર્ગદર્શન

હેઠળ કાર્યરત આર.આર.સેલના જવાનોએ માનવતાની મહેક પ્રસરાવી છે. એશિયાની સૌથી મોટી

ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વરમાં અનેક લોકો સ્લમ વિસ્તારમાં રહે છે અને તેઓ

કોરોના વાયરસ અને તેનાથી બચવા માટે શું કરવું જોઇએ તેનાથી લગભગ અજાણ છે. વડોદરાની

આર.આર.સેલના જવાનોએ અંકલેશ્વરના સ્લમ વિસ્તારોમાં સેનીટાઇઝર અને માસ્ક સહિત

સાબુનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ભરૂચ

જિલ્લા પોલીસ પોલીસ તરફથી લોક ડાઉન વચ્ચે જરિયાતમંદ લોકોને ફૂડ અને અનાજનું વિતરણ

કરવામાં આવ્યું હતું. સ્લમ વિસ્તારોમાં રહેતાં લોકોને કોરોના વાયરસથી બચવા માટે હાથ

સતત સાબુથી ધોવા તથા એકબીજાથી અંતર રાખવા અને મોઢા પર માસ્ક પહેરવા સહિતના

પગલાંઓની સમજ આપવામાં આવી હતી.

Next Story