Top
Connect Gujarat

અંકલેશ્વર શહેરમાં ગણપતિ વિસર્જન દરમિયાન હિંસક મારામારીની ઘટના થી ચકચાર મચી

અંકલેશ્વર શહેરમાં ગણપતિ વિસર્જન દરમિયાન હિંસક મારામારીની ઘટના થી ચકચાર મચી
X

તોફાની હુમલામાં એક મહિલા સહિત છ લોકો ઈજાગ્રસ્ત થયા

અંકલેશ્વર શહેરમાં મારકંડેશ્વર મંદિર પાસે ગણપતિ વિસર્જનની રાત્રે હિંસક મારામારીની ઘટના બની હતી, જેમાં એક મહિલા સહિત છ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલી ગેરસમજે એક મોટા ઝઘડાનું રૂપ ધારણ કરી લીધું હતુ, અને માલી ખડકી ( ભાલીયાવાડ )નાં યુવકોએ મારક હથિયારો વડે મારકંડેશ્વર મંદિર પાસે પીઠા ફળિયામાં રહેતા વિનય દલસુખભાઈ પટેલ, દક્ષાબેન, કેયુર કાયસ્થ, કરણ પંચાલ, મેહુલ મોદી, તેમજ હાર્દિક પર જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

તમામ ઇજાગ્રસ્તોને નજીકના પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, અને ઘટના અંગે વિનય પટેલે શહેર પોલીસ મથકમાં માલી ખડકીનાં દક્ષ પટેલ, રોકી ગોગો, સની પટેલ, શહેર ભાજપનાં નેતા સુરેન્દ્ર પટેલ, કૃણાલ પટેલ તથા બીજા બે ઈસમો સામે ફરિયાદ દર્જ કરાવી હતી.

શહેર પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે સામે પક્ષે પણ પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ દ્વારા જરૂરી તપાસ શરુ કરવામાં આવી છે.

Next Story
Share it