રક્તદાન શિબિર અને હાર્ટ, કિડની તેમજ લીવરના રોગો માટેનો ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો

અંક્લેશ્વર શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. ૬ જાન્યુઆરી ૨૦૧૯ને રવિવારે યોજાયેલા ૬ઠ્ઠા બલડ ડોનેશનના આ કેમપમાં ૧૦૦થી વધુ બ્લડ યુનિટ એકત્રીત કરવામાં આવ્યા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર, લાઇન્સ સ્કુલ પાસે GIDC ખાતે યોજાયેલા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળના પ્રમુખ ઉમેશભાઇ,સેક્રેટરી પ્રકાશભાઇ જોષી,જીજ્ઞેશ પટેલ સહિત સભ્યો,હોદ્દેદારો અને સમાજના લોકો ઉપસ્થીત રહ્યા હતા.

શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા આયોજીત આ રકતદાન શિબિર અને હાર્ટ, કિડની તેમજ લિવરના રોગો માટે ફ્રી ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર ત્રિલોકી હોસ્પીટલના તબીબ ડૉ.કેતુલ મહેતાએ સેવાઓ આપી હતી. જેનો મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો.

LEAVE A REPLY