અંકલેશ્વર – હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં નામની જાહેરાત થયા બાદ તેમના મોટા ભાઈએ BJP માંથી રાજીનામુ આપીને અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી વ્યક્ત કરી હતી. અને પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન અર્થે એક સંમેલન પણ યોજ્યુ હતુ.

જોકે સમગ્ર મામલે અંતમાં ઘીનાં ઠામમાં જ ઘી ઢોળાયુ હતુ. વલ્લભદાસ પટેલએ પોતાનાં ભાઈને ટેકો જાહેર કરી અપક્ષ ઉમેદવારી કરવાનું ટાળ્યુ હતુ. અને તેમને સમર્પિત ટેકેદારો પણ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની તરફેણમાં ઝુકાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here