અંકલેશ્વર: હોટલ સાંઇ સીતારામમાં વિજકરંટ લાગતા બે કર્મચારીના મોત,૧ ઘાયલ

439

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ હોટલ સાંઈ સીતારામમાં વીજ કરંટ લાગતા બે કર્મચારીઓના મોત નીપજ્યા હતા. જયારે એક યુવાનને ઈજાઓ પહોંચી હતી.

હાલ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ સાંઈ સીતારામમાં જ નોકરી કરી રહેતા મૂળ ડેડીયાપાડાના વતની પ્રકાશ વસાવા,હિતેશભાઈ અર્જુનભાઇ વસાવા અને કરણ રાઠોડ તા.૧૭મીની રાતે હોટલની લોખંડની સીડી ઉપર ચઢી રહ્યા હતા.દરમિયાન સીડીમાં અચાનક વિજ કરંટ પસાર થતા વિજ કરંટ લાગવાને પગલે સીડી ચઢી રહેલ પ્રકાશ વસાવા અને હિતેશ અર્જુનભાઈ વસાવાનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે કરણ રાઠોડ ઘાયલ થયો હતો.આ ઘટના બનતા જ હોટલના અન્ય કર્મીઓ પણ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.આ ઘટનામાં ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખરોડ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.ઘટનાની જાણ કરાતા જ કોસંબા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે વિજકરંટના પગલે મોતને ભેટેલા બે યુવાનોના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.આ ઘટનાને પગલે હોટલમાં કામ કરતા અન્ય કર્મીઓ સહિતનાઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

LEAVE A REPLY